Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરીના ફરકાવવામાં આવતા રાષ્ટ્રધ્વજમાં શા તફાવત છે?

સંકલન: પ્રફુલ્લ ઉપાધ્યાય (સિનિયર સબ એડિટર)

આજે જ્યારે આપણો દેશ આઝાદીના ૭૫માં વર્ષની ભવ્ય ઉજવણી કરી રહ્યો છે. ઘરે ઘરે ઝંડા ફરકાવી આઝાદીના પંચોતેરમા પર્વને મનાવી રહ્યા છીએ ત્યારે આપણા રાષ્ટ્ર ધ્વજ અને એને પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરીએ કોણ અને કઈ રીતે ફરકાવવામાં આવે એ પણ જાણવું દરેક માટે જરૂરી બને છે. થોડાં વર્ષ પહેલાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાના નિયમ ઘણા કડક હતા એમાં બદલાવ કરીને હળવા કરાતાં દેશનાં દરેક નાનાંમોટાં રેલવે સ્ટેશનનોની બહાર સો ફુટ ઉંચા ઝંડા લાગ્યા. એ સિવાય શહેરોમાં જાહેર સ્થળોએ પણ રાષ્ટ્ર ધ્વજ આજે ફરકી રહ્યા છે. એ ખાદી સિવાય પોલિયેસ્ટરમાં પણ બનતા થયા. આપણે વર્ષમાં બે વખત રાષ્ટ્ર પર્વ ઉજવીએ છીએ. પંદર ઓગસ્ટ   અને છવ્વીસ જાન્યુઆરીએ આપણે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીએ છીએ એના વિશેની રસપ્રદ જાણકારી મેળવવી પણ એટલી જ જરુરી છે.

દર ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ એટલે કે ગણતંત્ર દિવસની તરીકે ઉજવણી થાય છે પરંતું તમે ક્યારેય નોંધ્યું છે કે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસે ધ્વજ ફરકાવવાની રીત અલગ અલગ હોય છે.


બન્ને દિવસ ભારતના દરેકેદરેક નાગરિક માટે ખુબ મહત્વપૂર્ણ  છે. પંદર ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા સંગ્રામ અને દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપી આઝાદીના  પર્વને આખો દેશ  ઉજવે છે. છવ્વીસ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું એ દિવસ આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ.  આ દિવસ આપણને બંધારણ અને લોકશાહીના મહત્વની અનુભૂતિ કરાવે છે. દેશભરમાં આ બન્ને દિવસે ધ્વજવંદન કાર્યક્રમ યોજાય છે પરંતું એ બન્ને વચ્ચે કેટલાક તાત્વિક ભેદ છે જેની જાણ નવી પેઢીના  મોટા ભાગના લોકોને નહિ હોય.

પ્રથમ ભેદ જોઈએ તો ૨૬ જાન્યુઆરીએ ભારતના રાષ્ટ્રપતિ નવી દિલ્હી ખાતે યોજાતા વિશેષ સમારોહમાં રાષ્ટ્રધ્વજ ફરકાવે છે જ્યારે પંદર ઓગસ્ટના દિવસે ભારતના દ્વારા વડાપ્રધાન ધ્વજવંદન કરવામાં આવે છે.

બીજો તફાવત બન્નેનાં સ્થળ અલગ અલગ છે.   ૨૬ જાન્યુઆરીએ રાજપથ ઇન્ડિયા ગેટ   પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે જ્યારે ૧૫ ઓગસ્ટના લાલ કિલ્લા ખાતે  રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે.

ત્રીજો તફાવત રાષ્ટ્રધ્વજ ફરકાવવાની રીતનો છે. ૧૫ ઓગસ્ટ તિરંગો નીચે બંધાયેલો હોય છે એને ઉપરની તરફ લઈ જઈને લહેરાવવામાં આવે છે તેને અંગ્રેજીમાં Flage hosting (ધ્વજારોહણ) કહેવામાં આવે છે જ્યારે ૨૬ જાન્યુઆરીએ ધ્વજ ઉપર જ બાંધેલો?હોય છે અને તેને ત્યાં જ ફરકાવવામાં આવે છે જેને ફ્લેગ અનફર્લિંગ કહેવામાં આવે છે.

રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે જ્યારે વડાપ્રધાનને રાજકીય વડા કહેવામાં આવે છે. છવ્વીસ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે જ્યારે પંદર ઓગસ્ટે વડાપ્રધાન ધ્વજ લહેરાવે છે. ભારતીય રાષ્ટ્રીય ધ્વજ પિંગલી વેંકૈયાએ ડિઝાઇન કર્યો હતો. પિંગલીએ શરૂઆતમાં ઝંડો ડિઝાઇન કર્યો ત્યારે તે માત્ર બે રંગનો હતો, લાલ અને લીલો. તેમણે આ ધ્વજ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના બેઝવાડા અધિવેશનમાં ગાંધીજી સમક્ષ રજૂ કર્યો હતો. બાદમાં ગાંધીજીની ભલામણ આધારે તેમણે ધ્વજમાં સફેદ પટ્ટો જોડી દીધો. આગળ જતાં રાષ્ટ્રીય પ્રતીક સ્વરૂપે અશોક ચક્રને ચરખાનું સ્થાન મળ્યું.

ભારતીય રાષ્ટ્રીય ધ્વજને વર્તમાન સ્વરૂપમાં 22 જુલાઈ, 1947ના રોજ આયોજિત બંધારણસભાની બેઠક દરમિયાન અપનાવવામાં આવ્યો. ભારતમાં “ત્રિરંગા”નો અર્થ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ છે.   દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી, 1950ના રોજ 21 તોપોની સલામી સાથે ધ્વજારોહણ કરીને ભારતને પૂર્ણ ગણતંત્ર ઘોષિત કર્યું હતું. ત્યાર બાદ દર વર્ષે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે.    આઝાદીના અમૃત મહોત્સવમાં ચાલો આપણે બધા સહભાગી બની ઇતિહાસની અમુલ્ય તવારીખના ભાગ બની રાષ્ટ્ર ગૌરવની આઝાદ અને સોનેરી પળોને શાલીનતાપુર્વક માણીએ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads