Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કાંટ્રાક્ટ મેળવવા માટે રજૂ કર્યુ બનાવટી પ્રમાણપત્ર છેતરપિંડી બાબતે બેના વિરોધમાં ગુના દાખલ

કલ્યાણ ડોમ્બિવલી મહાપાલિકામાં જંતુનાશક ફવારણી કરવાનો કાન્ટ્રાક્ટ મેળવવા માટે બનાવટ પ્રમાણપત્ર બનાવીને મનપા પ્રશાસન ને રજૂ કર્યુ. આ બાબતે બજારપેઠ પોલીસ સ્ટેશનમાં બે વ્યક્તિઓના વિરોધમાં છેતરપિંડી કરી હોવાનો આરોપ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
       મનપાએ જંતુનાશક ફવારણીના કામ માટે ટેન્ડર મંગાવ્યા હતા.તે માટે સીટી ગાડૅ કંપની અને એવરગ્રીન આ કંપનીના ટેન્ડર ઓનલાઇન ભરાયા હતા.એવર ગ્રીન કંપનીના ટન ઑવર બાબતનુ પ્રમાણપત્ર જોડેલુ છે પરંતુ તે ક્યાં થી મેળવ્યુ તેની શોધ સિટી ગાડૅ કંપની એ લીધી છે. સીટી ગાડીનુ કામ સંભાળનાર સંતોષ પવારે એવરગ્રીન એ જે ચાટૅડ એકાઉન્ટ કંપની પાસેથી પ્રમાણપત્ર મેળવ્યું છે ત્યાં જઈને તેણે તપાસ કરી.
    તે સમયે ચાટૅડ એકાઉટન્ટ મેહરાજ શેખએ ક્હ્યું કે આ પ્રમાણપત્ર મે આપેલુ નથી તેઓએ બનાવટી સહી સિક્કા તૈયાર કરીઆ પ્રમાણપત્ર તૈયાર કર્યું હોવાનું જાણવા મળ્યું છે.તેથી તેણે ઘન કચરા વ્યવસ્થાપન વિભાગ અને મુખ્ય લેખા અને વિત્ત અધિકારી પાસે તપાસ કરતાં તેમણે પણ આ પ્રમાણપત્ર બનાવટી હોવાનું જાણાવ્યુ હતુ.
     એકાદા ચાટૅડ એકાઉટન્ટના નામનો ગેરકાનૂની રીતે ઉપયોગ કરી તેમની સાથે સાથે મનપાની સાથે છેતરપિંડી કરનારના વિરોધમાં શેખે બજાર પેઠ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી છે.તેના આધારે પોલીસે એવરગ્રીનના મહેન્દ્ર સાનપ અને રોહીદાસ ભેરલેના વિરોધમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
    બનાવટ પ્રમાણપત્ર રજૂ કરવાનુ આ પ્રકરણ તાજૂ હોવા છતાં મનપાના બનાવટ સહી સિક્કા તૈયાર કરી કેટલાક બિલ્ડરોએ રેરા પાસેથી પ્રમાણપત્ર મેળવ્યા હોવાનું દશૉવ્યુ હતુ
     ડોમ્બીવલી શહેર અને ૨૭ ગામોમાં આવા ૬૮ પ્રકરણો હોવાનું સામાજિક કાર્યકર સંદિપ પાટીલે આ પહેલાં બહાર પાડ્યું હતું. તેના પુરાવા તે હાઈ કોર્ટે મા રજૂ કરવાના છે. આવી ધટનાઓ બધાજ વિભાગોમા થાય છે તો મનપાએ આ બાબતે સજાગ થઈ તેના પર નિયંત્રણ મેળવવુ જોઈએ. તેમજ કાગળપત્ર તપાસવાની યંત્રણા વધુ સક્ષમ કરવી જોઈએ એવી માગણી કરવામાં આવી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads