કરદાતાઓને બીજા અડધાનીસાથે પ્રથમ અડધા વર્ષ ના સામાન્ય કરની ચૂકવણી માટે પ્રશાસક અને મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિપિન શર્માએ ૧૬ જૂનથી ૧૫ જુલાઈ, ૨૦૨૨સુધી સમયમર્યાદા લંબાવી હતી. થાણેકરોએ આ એક્સ્ટેંશનનો લાભ લીધો છે અને જુલાઈ ૨૦૨૨ના અંત સુધીમાં ૩૪૫ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવ્યો છે. તેમજ આ એક્સટેન્શન આપવા બદલ કરદાતાઓએ થાણા કમિશનરનો આભાર વ્યક્ત કર્યો છે.
૧૫મી જુલાઈ ૨૦૨૨થી ૩૧મી જુલાઈ ૨૦૨૨ સુધી થાણેકરોને મિલકત વેરાની છૂટનો લાભ લેવા માટે ૪ %ની છૂટ આપવામાં આવી હતી. કરદાતાઓએ આ છૂટના વિસ્તરણને સારો પ્રતિસાદ આપ્યો છે અને જુલાઇ ૨૦૨૨ના અંત સુધીમાં રૂ. ૩૪૫ કરોડનો મિલકત વેરો વસૂલ કરવામાં આવ્યો છે, જે અગાઉના વર્ષમાં રૂ.૨૬૦ કરોડ હતો.
આ વર્ષે પ્રોપર્ટી ટેક્સ વસૂલાતનો લક્ષ્યાંક રૂ.૭૭૦ કરોડ છે અને ચાર મહિનામાં તેમાંના ૪૫ ટકા એટલે કે રૂ.૩૪૫ કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવ્યો છે.
જે કરદાતાઓએ અગાઉની બાકી રકમ કે વર્તમાન અડધોઅડધ મિલકત વેરો હજુ સુધી મહાનગર પાલિકાને જમા કરાવ્યો નથી તેઓએ તેમનો મિલકત વેરો મહાનગરપાલિકામાં જમા કરાવીને મહાનગર પાલિકાને સહકાર આપવા મનપા ઉપાયુક્ત (ટેક્સ)ગોદેપુરે એ અપીલ કરી છે.