ઉલ્લાસ નગરમાં રાત્રીના સમયે ચાલ છે આ ખેલ, નાગરિકોનું આરોગ્ય જોખમમાં
ઉલ્લાસ નગરમાં કેમીકલ,રસાયણની વાહતુક કરનારા ટેન્કરોને સાંજે ૬ થી સવારે ૬ સુધી બંધી ફરમાવેલી છે. પરંતું શહેર પરિસરમાં આ બંધીનો સરેઆમ ભંગ થતો જણાય છે. મધ્ય રાત્રિએ હિરાઘાટ તેમજ વાલધુની નદીના કિનારે, શહાડમાં આવેલ બંધ આઈ ડી આઇ કંપનીના નાળાની નજીક રસાયણ ભરેલા ટેન્કર ઉભા કરી તેમાંનું સાંડપાણી વાલધુની નદી અને નાળામા છોડવામાં આવે છે.
પૂના,પિપરી,ચિચવડ,દિવ,દમણ ગુજરાત વિગેરે એમ.આઇ.ડી.સી.ઓ માંથી આવનારા એસીડયુક્ત સાંડપાણી ભરીને ટેન્કર આહી આવે છે.
ટેન્કરો ના મોટા ભાગના માલિકો આ શહેર ના છે. આ વિસ્તારમાં ઉગ્ર વાસને કારણે પરિસરમાં ના હજારો નાગરિકોના આરોગ્યનો પ્રશ્ર્ન ઉભો થયો છે. ઉલ્લાસ નગરમાં એમ.આઇ.ડી.સી. ન હોવા છતાં ખેમાણી પરિસર,વાલધુની કિનારા પરિસર,શહાડ ગાવઠાણ પરિસર,કેમ્પ નં-૪ ખાતેની પેન્સીલ ફેક્ટરી પરિસર, વિઠ્ઠલ વાડી ઉદ્યોગ વિહાર,ગાયકવાડ પાડા વિગેરે પરિસરમાં સેકડો કારખાના છે. સાંજે ૬ થી સવારે ૬ દરમ્યાન આ પરિસરમાં રસાયણોના વાહતુક કરનાર ટેન્કરોને વાહતુક કરવા પર બંધી છે પરંતુ આ બંધી નો સરેઆમ ભંગ થતો હોય છે. મધ્ય રાત્રિએ હિરાઘાટ તેમજ વાલધુની નદી કિનારે, શહાડ માં આવેલ બંધ આઈ ડી આઇ કંપનીના નાળાની નજીક રસાયણ ભરેલા ટેન્કર ઉભા કરવામાં આવે છે.આ ટેન્કર માં લાવેલ સાંડપાણી નદી અને નાળામા છોડવામાં આવે છે આવી ઘટનાઓ વારંવાર બને છે. યંત્રણા મારફતે અનેક વખત ટેન્કર પર કાર્યવાહી કરી છે.