લગ્ન કરવાની લાલચ આપી બળાત્કાર ગુજારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સનસનીખેજ વાત એ છે કે પીડિતા ગર્ભવતી હોવાથી આ મામલો સામે આવ્યો છે. આ મામલામાં કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં બંન્ને આરોપીઓના વિરુદ્ધ બળાત્કાર અને માનસિક ત્રાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પતિથી અલગ થયેલી ૩૦ વર્ષની મહિલાની એકલતાનો લાભ લઈને બે નરાધમોએ લગ્નની લાલચ આપીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે પીડિતા ગર્ભવતી હતી. આ કેસમાં , કોલસેવાડી પોલીસ સ્ટેશને બંન્ને આરોપીઓના સામે બળાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમને હાથકડી પહેરાવી છે.
તેઓએ બળાત્કાર પીડિતાને લગ્નની લાલચ આપીને તેની સાથે પરિચય કરાવીને પ્રેમની જાળમાં ફસાવી - ખાસ કરીને આરોપી ગુડ્ડુ ઉર્ફે સિદ્ધેશ ભાટકર(૩૦) કલ્યાણ પૂર્વમાં એક રાજકીય પક્ષની ઓફિસમાં કામ કરે છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ૩૦ વર્ષીય પીડિતા કલ્યાણ પશ્ચિમના ઈન્દિરા નગર વિસ્તારની રહેવાસી છે. તેના લગ્ન પુણેના સ્વારગેટ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયા હતા. જો કે, કોઈ ઘરેલું કારણને લીધે, પીડિતા ૨૦૨૧ માં ફરીથી કલ્યાણ આવી. જોકે, તે ઘરે જવાને બદલે કલ્યાણ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર એકલી રહેતી હતી. આનો ફાયદો ઉઠાવીને આરોપી ગુડ્ડુ ઉર્ફે સિદ્ધેશ, જે થોડા મહિના પહેલા એક રાજકીય પક્ષની ઓફિસમાં કામ કરતો હતો, તેણે પીડિતાની ઓળખ કરી અને તેને પ્રેમજાળમાં ફસાવી, તેને લગ્નની લાલચ આપી પૂર્વમાં તેના જ ઘરે લઈ ગયા બાદ તેણે તેના પર વારંવાર બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ આ ઘટનાની ક્યાંય પણ વાંચન કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આરોપીના બળાત્કાર થી પીડિતા ગર્ભવતી બની હતી અને તેણે લગ્ન કરી લેવા માગણી કરી હતી. જેના કારણે આરોપી ગુડ્ડુ ઉર્ફે સિદ્ધેશે પીડિતાનો કેસ ઉકેલવા માટે તેના મિત્ર આરોપી રાહુલ સાથે પીડિતાનો પરિચય કરાવ્યો અને તે ગુમ થઈ ગયો. બાદમાં બંન્ને વચ્ચે ઓળખાણ થયા બાદ આરોપી રાહુલ દેવરામ બોરડકર (૨૮)પીડિતાને તેના ઘરે પણ લઈ ગયો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો. બીજી તરફ આરોપી ગુડ્ડુ ઉર્ફે સિદ્ધેશ પીડિતા ગર્ભવતી બન્યા બાદ ત્રણથી ચાર મહિના સુધી પીડિતાને મળ્યો નોહતો.
પીડિતા કોલસેવાડી પોલીસ સ્ટેશન દોડી ગઈ અને ઘટનાનું વર્ણન કર્યું, પોલીસે ૨ ઓગસ્ટના રોજ આઈપીસીની કલમ ૩૭૬ ,૨૩૨,૫૦૪, ૫૦૬, ૩૪ હેઠળ બંન્ને આરોપીઓના વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કેસ નોંધાતાની સાથે જ ૩ ઓગસ્ટના રોજ બંન્નેની શોધ કરીને ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરવામાં આવતા આરોપીઓને પોલીસ કસ્ટડીનો હુકમ કરાયો હતો. આ ગુનાની વધુ તપાસ સ.પો.નિ એમ.ડી.ડોકે કરી રહ્યા છે.