છેલ્લા કેટલાક સમયથી અંબરનાથ શહેરમાં ગુનાખોરીના સમાચારો મોટા પ્રમાણમાં વધ્યા છે. ખૂન, મારામારી, સાથે ઘરફોડી અને દરોડા જેવા બનાવો બને છે.આ વધતી જતી ગુનાખોરીને અંકુશમાં લેવા ગઈ કાલે આમદાર ડૉ.બાલાજી કીણીકરની આગેવાની હેઠળ ડૉક્ટરો અને વેપારી સંઘટનાનુ પ્રતિનિધિ મંડળ પોલીસ ઉપાયુક્તને મલ્યુ હતુ.
અંબરનાથના પ્રખ્યાત ડૉક્ટર હરેશ લાપસીયાના ઘરમાં કેટલાક દિવસ પહેલા જબરી ચોરીની ઘટના બની હતી આ ઘટનામાં દોડ કરોડથી વધુનો મુદ્દામાલ ચોરટાઓ ચોરીકરી ગયા હતા આ બનાવને ત્રણ અઠવાડિયા વિતી ગયા છે તેમ છતાં પોલીસ ચોરટાઓને શોધી શકી નથી. આ સાથે અંબરનાથ શહેરમાં કેટલાક દિવસોથી ગુનાખોરીનુ પ્રમાણ વધ્યું છે.
ખૂન,ખૂનનો પ્રયત્ન,અને ગંભીર ઈજાઓ કરવી આવા અનેક ગુનાઓ અંબરનાથ પોલીસ સ્ટેશનમાં દાખલ થાય છે. ઘરફોડીની ઘટનાઓ શહેરમાં સતત વધી રહી હોવા છતાં પોલીસ પ્રશાસન ધરફોરીના ગુનાઓની શોધ કરવામાં અસક્ષમ રહી છે. સતત વધતી જતી ગુનાખોરીને અંકુશમાં રાખવાની માંગણી સાથે અંબરનાથ શહેરમાંના ડૉક્ટરોનુ પ્રતિનિધિ મંડળ અને અંબરનાથના વેપારી સંગઠનોનુ પ્રતિનિધિ મંડળ આમદાર કીણીકરની આગેવાની હેઠળ પોલીસ ઉપાયુક્ત પ્રશાંત મોહિતેની મુલાકાત લીધી હતી.
પોલીસ ક્યાં કમી પડે છે તે બાબતે નારાજગી વ્યક્ત કરી આ બાબતે ઉપાયુક્તે પ્રતિનિધિ મંડળ ની વાત સાંભળી ગુના ઉકેલવા પર ભાર મૂકવાનુ અને ગુનાઓ પર અંકુશ મેળવવાનુ આશ્ર્વાસન આપ્યું