ઉદ્યોગપતિ સુમેત મોગરે ડોમ્બિવલી શહેરના ગ્રામદેવતા શ્રી ગણેશ મંદિરને 30 કિલો, 900 ગ્રામ ચાંદી અર્પણ કરી હતી.
મંત્રી રવિન્દ્ર ચવ્હાણની અધ્યક્ષતામાં ભગવાન ગણેશની પૂજા સંપન્ન થઈ...
નાંદેડના એક સેવાભાવી સામાજિક કાર્યકર અને પ્રખ્યાત ઉદ્યોગપતિ સુમેત મોગરે ડોમ્બિવલીના ગ્રામદેવતા શ્રી ગણેશ મંદિરને લગભગ 30 કિલો, 900 ગ્રામ ચાંદીનું દાન આપ્યું હોવાનું ડોમ્બિવલી ના આમદાર તેમજ મહારાષ્ટ્ર ના મંત્રી રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું છે.
ઉદ્યોગપતિ સુમિત મોગરેએ અગાઉ પંઢરપુરમાં 2 કરોડ 45 લાખ રૂપિયાની ચાંદીનું દાન કરવાનું સન્માન મેળવ્યું છે.
શનિવારે સવારે સાડા આઠ વાગ્યે ડોમ્બિવલીના ફડકે રોડ પર આવેલા ગણેશ મંદિરમાં આમદાર રવિન્દ્ર ચવ્હાણ, ગણેશ મંદિર સંસ્થાના પૂર્વ અધ્યક્ષ રાહુલ દામલે, ઉદ્યોગપતી સુમિત મોખરે,એ ગણેશ મંદિર માં પુજા અર્ચના કરી હતી ત્યારબાદ મંદિર સભાગૃહમાં યોજાયેલી સભામાં સંસ્થા અધ્યક્ષના હસ્તે મંદિર ને ચાંદી નું દાન આપનાર ઉધ્યોગપતી સુમિત મોગરેનુ શાલ, પુષ્પહાર અપૅણ કરી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે આમદાર રવિન્દ્ર ચવ્હાણ એ સુમિત મોગરેએ કરેલા દાન બદલ તેમને અભિનંદન કરી બિરદાવ્યા હતા.