જાહેર આમંત્રણ
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સમિતિ, કલ્યાણ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે ગુરુવાર તા.૩૧-૧૦-૨૦૨૪ ના રોજ દરવર્ષની માફક શિવાજી ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ પરની તકતી પાસે સરદાર પટેલ જયંતિ ઉત્સવ સવારે ૧૦:૦૦ વાગે ઉજવવાનુ આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સર્વે સરદાર પ્રેમી ભાઈ બહેનોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ છે. શિવાજી ચોક ખાતે નો કાર્યક્રમ પાર પડ્યા બાદ સ્વામિનારાયણ હૉલ ખાતે જાહેર કાર્યક્રમ આયોજિત કરાયેલો હોઈ આ પ્રસંગે આપ સૌને ઉપસ્થિત રહેવા સમિતિ તરફથી જાહેરમાં ભાવ ભર્યું આમંત્રણ છે.
લી.
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સમિતિ, કલ્યાણ.
ગીરીશભાઈ ધોકિયા, અધ્યક્ષ
વિષ્ણુકુમાર ચૌધરી, સચિવ
કમલેશ પટેલ, ખજાનચી
તથા સમસ્ત કારોબારી સમિતિ.