કલ્યાણ પશ્ર્ચિમ વિધાનસભામાં મહાયુતી અકબંધ, આપેલા ઉમેદવારને જીતાડવાની ખાત્રી.
ઑક્ટોબર 19, 2024
0
કલ્યાણ પશ્ર્ચિમ વિધાનસભામાં મહાયુતી ભક્મ છે એવું શિવસેના શિંદે જૂથ, ભારતીય જનતા પાર્ટી,તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ અજીત પવાર જૂથના નેતાઓની સંયુક્ત પત્રકાર પરિષદમાં આમદાર વિશ્વનાથ ભોઈરે જણાવ્યું હતું. આ પ્રસંગે ભાજપના ભૂતપૂર્વ આમદાર નરેન્દ્ર પવાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા પ્રમોદ હિન્દૂરાવ, ભાજપના શહેર અધ્યક્ષ વરુણ પાટીલ, શિવસેના શિંદે જૂથના શહેર અધ્યક્ષ રવિ પાટીલ, જીલ્લા અધ્યક્ષ અરવિંદ મોરે મંચ ઉપર ઉપસ્થિત હતા, આ પ્રસંગે આમદાર વિશ્વનાથ ભોઇરે યુતી સરકારના બે વર્ષની કામગીરી અને મહાવિકાસ અગાડીની અઢી વર્ષની કામગીરીને સરખામણી કરતા મહાયુતીની કામગીરી ઉત્તમ દશૉવી બિરદાવી હતી. આ સમયે મહાયુતી જેને ઉમેદવારી આપશે તેના માટે મહાયુતીના કાયૅકરો કામ કરશે એવી ખાત્રી મહાયુતીના નેતાઓએ પત્રકારોને પત્રકાર પરિષદમાં આપી. આ પ્રસંગે મહાયુતી સરકારની વૈદકીય યોજનાની માહિતી ડૉ.શારદુલ ભણગેએ આપી મહાયુતી સરકારે ૪૨ હજાર દર્દીઓને ૩૫૦ કરોડ રૂપિયાની સહાયતા કરી હોવાનું જણાવ્યું હતું.
Tags