ડોમ્બિવલીના ઈતિહાસમાં વેપારી વર્ગની સાથે ભૂમિપુત્ર આગરી, નોકરદાર વગૅ, સહિત અન્ય અઢારપગડ જાતિના લોકોની છાપ જોવા મળે છે. તમામ ભાષાકીય વેપારી સમુદાયોનો આ શહેરના આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક વિકાસ અને ખાસ કરીને માનવતાવાદી સામાજિક કાર્યમાં નોંધપાત્ર યોગદાન ધરાવે છે. ડોમ્બિવલી વેપારી મહામંડળ તેમાં આગળ છે. આ વેપારી એસોસિયેશનને આ વર્ષે પણ ભાજપને સમર્થનનો પત્ર જારી કર્યો છે.
ડોમ્બિવલી ચેમ્બર ઓફ કોમર્સ એ બિઝનેસ એસોસિએશનની સર્વોચ્ચ સંસ્થા છે જે વિવિધ વેપારી મંડળો દ્વારા રચાયેલી છે. તેમાં જ્વેલર્સ, અનાજ તથા કરીયાણા, ગ્રોસરી વેપારી એસોસિએશન, કેમિસ્ટ, હોલસેલ અને રિટેલર્સ એસોસિએશન સહિત તમામ વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. ડોમ્બિવલી ટ્રેડ કોર્પોરેશન વિવિધ ક્ષેત્રોના વેપારીઓની એપેક્સ બોડી છે
તેમની સાથે રહેવું અમારા માટે ખાસ છે. રવિન્દ્ર ચવ્હાણ છેલ્લા પંદર વર્ષથી વેપારીઓના વિવિધ પ્રરકારના પ્રશ્ર્નો ના ઉકેલ અને અડચણો દૂર કરવા સતત કાર્યરત રહ્યા છે સાથે સાથે વેપારી સમાજના સુખ દુ:ખમાં સાથે રહી યોગ્ય માર્ગદર્શન આપ્યું છે.
ભાજપને બિનશરતી ટેકો આપવા બદલ ડોમ્બીવલી વેપારી મહામંડળના પ્રમુખ દિનેશભાઈ ગોર, ઉપપ્રમુખ સાગરમલજી, ઉપ પ્રમુખ અજીત શેટ્ટી,ઉપપ્રમુખ મારીમુત્તુ, ઉપપ્રમુખ દિલીપ કોઠારી, સેક્રેટરી નવીનભાઈ માલદે, સેક્રેટરી નવીનભાઈ પટેલ અને તમામ સમિતિના સભ્યોએ મળી રવિન્દ્ર ચવ્હાણ ને શુભેચ્છાઓ આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે વેપારી આગેવાન દિનેશ નાગુ, બકુલભાઈ સારોલીયા, માધવજી ઠક્કર, પ્રકાશ ગોર સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.