મુખ્ય લડત રવિન્દ્ર ચવ્હાણ વિરુદ્ધ દિપેશ મ્હાત્રે
૧૪૩ ડોમ્બીવલી વિધાનસભા મતદાર સંઘમાં કુલ 12 ઉમેદવારોએ અત્યાર સુધીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમાં શિવસેના ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે તરફથી દિપેશ પુંડલીક મ્હાત્રે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રવીન્દ્ર દત્રાત્રેય ચવ્હાણ, બહુજન સમાજ પાર્ટી તરફથી સુરેન્દ્ર ગૌતમ, (રાઈટ ટુ રિકોલ પાર્ટી ) તરફથી નિલેશ સાનપ, બહુજન આગાડી તરફથી સોનિયા ઈંગોલે, રિપબ્લિકન સેના તરફથી અનંત નવસાગરે તેમજ અપક્ષોમાં રાજેશ ગોહિલ, સરિતા મોરે ,અનંત દામોદર, ગણેશ કદમ, રેખા રેડકર, નિલેશ કાળેનો તેમાં સમાવેશ થાય છે
આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મહા યુતીના ઉમેદવાર રવિન્દ્ર ચવ્હાણે શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી દાખલ કરી છે. આ વિધાનસભા મતદાર સંઘમાં મુખ્ય લડત ઉબાઠા સે
નાના દિપેશ મ્હાત્રે વિરુદ્ધ ભાજપના રવીન્દ્ર ચવ્હાણ વચ્ચે થશે