Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

થાણે જિલ્લા વિધાનસભા મતવિસ્તારોનુ કુલ 56.05 ટકા મતદાન

કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અશોક શિંગારેએ આ રાષ્ટ્રીય કાર્યમાં અમૂલ્ય સહયોગ આપનાર તમામનો આભાર માન્યો

થાણે, તા. 20, વિધાનસભા સામાન્ય ચૂંટણી 2024 માટે મતદાન તા. 20 નવેમ્બર 2024 ના રોજ સમાપ્ત થયું છે. આ બાબતે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી નિર્ણય અધિકારી અશોક શિંગારેએ માહિતી આપી હતી કે થાણે જિલ્લામાં કુલ 18 વિધાનસભા મતવિસ્તારો છે અને આ તમામ વિધાનસભા મતવિસ્તારોમાંથી કુલ 56.05 ટકા મતદાન થયું છે.

થાણે જિલ્લાના 18 વિધાનસભા મતવિસ્તારમાં મતદાન થયાની નિચે મુજબની ટકાવારી છે.

134 ભિવંડી ગ્રામીણ – 69.01

135 શાહપુર  – 68.32

136 ભિવંડી પશ્ચિમ – 54.1

137 ભિવંડી પૂર્વ – 49.2

138 કલ્યાણ પશ્ચિમ – 54.75

139 મુરબાડ – 64.92

140 અંબરનાથ – 47.75

141 ઉલ્હાસનગર – 54

142 કલ્યાણ પૂર્વ – 58.50

143 ડોમ્બિવલી – 56.19

144 કલ્યાણ ગ્રામીણ – 57.81

145 મીરા ભાયંદર – 51.76

146 ઓવલા માજીવાડા – 52.25

147 કોપરી પચપખાડી – 59.85

148 થાણે – 59.01

149 મુંબ્રા કાલવા – 52.01

150 એરોલી – 51.5

151 બેલાપુર - 55.24

 મતદાનના આ રાષ્ટ્રીય કાર્યમાં અમૂલ્ય યોગદાન આપનાર તમામ મતદારો, તમામ રાજકીય પક્ષોના તેમના પ્રતિનિધિઓ, તમામ સરકારી-અર્ધ-સરકારી સંસ્થાઓ, અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ વિભાગ, શિક્ષકો, ખાસ કરીને મહિલાઓ અને મીડિયાના પ્રતિનિધિઓને, કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અશોક શિંગારે અને ઉપ-જિલ્લા ચૂંટણી અધિકારી વૈશાલી માનેએ વિશેષ આભાર માન્યો હતો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads