સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ કલ્યાણના શિવાજી ચોક ખાતે સરદાર પટેલની તસવીર સામે દીપ પ્રજનન કરી ઉજવણીની શરૂઆત થઈ હતી આ પ્રસંગે સરદાર પ્રેમી લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સરદાર પટેલ અમર રહો ના નારાઓથી વિસ્તાર ધમધમી ઉઠ્યો હતો.
ત્યારબાદ પ્રકાશ મુથા ફાઉન્ડેશન દ્વારા આયોજિત શ્રીમતી ઇન્દિરા ગાંધીની પૂણ્યતિથિ તેમજ સરદાર પટેલની જયંતી મુથા કોમ્પલેક્ષ ખાતે ઉજવાઈ હતી આ ઉજવણીમાં મુથા કોલેજના એનસીસીના સ્ટુડન્ટોએ પરેડ કરી સલામી આપી હતી.
આ ઉત્સવમાં માજી અમદાર નરેન્દ્ર પવાર, માજીનગર સેવક વરુણ પાટીલ, પ્રકાશમુથા, ઉલ્લાસ ભોઈર,ગિરીશ ધોકીયા, વિષ્ણુ કુમાર ચૌધરી, ઓમ પ્રકાશ પાંડે, બાબા તિવારી, અલકા આવળસકર સહિત ગુજરાતી સમાજના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સ્વામિનારાયણ હૉલ ખાતે યોજાયેલા સમારંભમાં માજી આમદાર નરેન્દ્ર પવારે સરદાર પટેલ અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા. આ પ્રસંગે આરએસએસના કાયૅકર દિનેશભાઈ પટેલે પણ સરદાર વલ્લભભાઈ પટેલે દેશને અખંડ રાખવા કરેલા કાર્યોની યાદ અપાવી હતી આ કાર્યક્રમમાં સમિતિ અધ્યક્ષ ગીરીશ ધોકિયા તથા સચિવ વિષ્ણુ કુમાર ચૌધરીએ પ્રાસંગિક ભાષણ કર્યું હતું તથા કમલેશભાઈ પટેલે આભાર પ્રદર્શન કર્યું. જ્યારે સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન એડવોકેટ ભરતભાઈ લીંબડે કર્યું હતું આ કાર્યક્રમમાં સુનિલભાઈ પટેલ, પાંચાભાઇ પટેલ, જયેશભાઈ કારીયા, ચૂનીભાઈ પટેલ, બિપીનભાઈ સુચક, સુરેશભાઈ રૂપારેલિયા, જયેશભાઈ પટેલ, વસંતભાઈ રાવલ, સતિષ ભાઈ ઠક્કર, નિતીનભાઈ પટેલ, નિલેશભાઈ વ્યાસ, દિનેશભાઈ ઠક્કર, મુકેશભાઈ પટેલ, અંકુર પીઠડીયા, મનીષભાઈ મુંથા, નિષિત શાહ, નરેન્દ્ર ચાવડા, રવિ ચૌધરી, ચિંતન પટેલ, નિતીનભાઈ જસાણી, મહેશભાઈ પાઠક, જગદીશભાઈ ખીમાણી, બિરેનભાઈ ઠક્કર, દિનેશભાઈ સંઘવી, જયેશભાઈ કરિયા, અમિતભાઈ ઠક્કર, મનોહરભાઈ ચૌહાણ, અલકાબેન વ્યાસ, અરુણાબેન રાવલ, નૂતનબેન ચાવડા, પ્રતિભાબેન ચૌધરી, પલ્લવી શાહ, જયશ્રીબેન ધોકીયા, મિનાબેન ચૌહાણ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિતોએ ભોજનનો સ્વાદ લીધા બાદ સૌ છૂટા પડ્યા હતા.
••••