કે.એમ.અગ્રવાલ કૉલેજ ખાતે સેંકડો સંસ્થાઓના પ્રતિનિધિઓએ અપૅણ કર્યા શ્રદ્ધા સુમન
કે.એમ. અગ્રવાલ કૉલેજ, કલ્યાણ દ્વારા અગ્રવાલ કૉલેજના સ્થાપક પ્રમુખ, જાણીતા શિક્ષણવિદ અને નોન-ટીચિંગ સ્ટાફ યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.આર.બી.સિંઘની શ્રદ્ધાંજલિ સભા કૉલેજ ના ઓડિટોરીયમમાં યોજાઈ હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન કૃપાશંકર સિંહ, ઉત્તર ભારતીય આગેવાન હરબંસ સિંહ, રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા પ્રમોદ હિન્દુરાવ, ભૂતપૂર્વ આમદાર નરેન્દ્ર પવાર, ઓલ ઇન્ડિયા કેમીષ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશનના અધ્યક્ષ અપ્પા શિંદે, અનિલ ગલગલી, રવિ પાટીલ, જયવંત ભોઈર, સદાનંદ બાબા તિવારી, વિશ્વનાથ દુબે, મહેશ દુબે, ડૉ. ગિરીશ લટકે, કોલેજના ટ્રસ્ટી રમાશંકર ચંદુ તિવારી, વસંતજી દેઢિયા, રમાકાંત ઉપાધ્યાય, ધનજી સોમાણી, રાજુભાઇ ગવળી, અનિલ પંડિત, ઓમપ્રકાશ મુન્ના પાંડે, સેન્ચ્યુરી રાયનના પ્રમુખ દિગ્વિજય પાંડે, અગ્રવાલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.અનીતા મન્ના, ડૉ.અનઘા રાણે, ડૉ.સંતોષ કુલકર્ણી, ડૉ.હરીશ દુબે, ચંદર પાંડે, સિંહ સરના ભત્રીજા વિવેક સિંહ, વિજય તિવારી, ડૉ. મહેશ ભિવંડીકર, મનોજ પાટીલ, મહેન્દ્ર રાજપૂત, અગ્રવાલ કોલેજના તમામ શિક્ષકો નોન-ટીચિંગ સ્ટાફ યુનિયન કલ્યાણ ડોમ્બિવલીના તમામ પદાધિકારીઓ, મહાનુભાવો લગભગ એક હજારથી વધુ સંખ્યામાં હાજર રહ્યા હતા અને ડૉ.આર.બી.સિંઘને શ્રધ્ધાંજલી અર્પણ કરી અને તેમના કાર્યો અને સમાજ માટેના યોગદાન પર પ્રકાશ પાડ્યો. હતો કાર્યક્રમનું સંચાલન વિજયનારાયણ પંડિતે કર્યું હતું.