સંતો અને ધર્મ ગુરુઓનો રવિન્દ્ ચવ્હાણ ને આશીર્વાદ
ડોમ્બિવલીએ દેશભક્તોનો પરિવાર છે જે રાષ્ટ્રવાદના વિચારો પર આગળ વધે છે. યુવા આશાપુરા મિત્ર મંડળ દ્વારા હિન્દુ ગર્જના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 'બટેંગે તો કટંગે, એક રહોગે તો સેફ રહોગે'ના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ સમયે ડોમ્બિવલી વિધાનસભા ના ઉમેદવાર રવિન્દ્ર ચવ્હાણ ઉપસ્થિત રહી ઉપસ્થિત સંતો-મહંતોના આશીર્વાદ લીધા હતા અને ઉપસ્થિતો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ પ્રસંગે રવિન્દ્ર ચવ્હાણ એ કહ્યું કે આપણા ભાજપ- અને મહાયુતિએ આપણી સંસ્કૃતિને તેનું ભૂતકાળનું ગૌરવ પાછું અપાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. જો આપણે આપણી સંસ્કૃતિની રક્ષા, જાળવણી અને સંવર્ધન કરવા માંગતા હોય તો મહારાષ્ટ્રમાં ભાજપ-મહાયુતિની જ સરકાર આવવી જોઈએ, એમ તેમણે અપીલ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ સંતો ધર્મ ગુરુઓ તેમજ ઉમેદવાર રવિન્દ્ર ચવ્હાણ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડોમ્બિવલીમાં ફરી એકવાર ભાજપ-મહાયુતિનું કમળ ખીલશે અને ચૂંટણી માટે તેમને શુભેચ્છા પાઠવી હતી.