કલ્યાણના સમસ્ત ગુજરાતી સમાજ દ્વારા તાજેતરમાં મહાજન વાડી ખાતે મતદારોમાં જનજાગૃતિ લાવવા અભિયાન નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના માજી આમદાર નરેન્દ્ર પવાર કલ્યાણ ભાજપા શહેર અધ્યક્ષ વરુણ પાટીલ કલ્યાણ શહેર શિવસેના ના પ્રમુખ રવિ પાટીલ તેમજ શિવસેનાના આગેવાન અરવિંદ મોરે, મયુર પાટીલ, માજી નગર સેવક જયરામ ભોઈર, પ્રભુનાથ ભોઈર ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં ઉપસ્થિત પ્રભુનાથ ભોઈર સહિત સર્વે મહાનુભાવોનુ પુષ્પ ગુચ્છ અપૅણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.આ સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ મતદારોમાં ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે, અને આપણી લોકશાહી મજબૂત બને તે માટે માગૅદશૅન કરી ભારતીય જનતા પાર્ટી, શિવસેના,એન.સી.પી. રિપાઈ મહાયુતીના ઉમેદવાર વિશ્વનાથ ભોઈરને સમર્થન આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ગીશીષ ધોકીયા, ડૉ.બિપીન વસાણી, હેપીન પ્રજાપતિ,નિશીત શાહ, વેપારી આગેવાન ભરતભાઈ (કલાક્ષેત્ર) સહિત અનેક આગેવાનો એ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને વંદેમાતરમ્ ,બટેગે તો કટેગે, એક રહેંગે તો સેફ રહેંગે, તેમજ જયશ્રી રામના નારાઓથી સભાગૃહ ધમધમી ઉઠ્યો હતો. આ સમારંભમાં માજી નગર સેવક અનિલ પંડિત,રાજા અક્કેવાર, શિવસેના મહિલા આગેવાન કોટક ભાભી,જયેશભાઈ ઠક્કર, ઉમેશભાઈ તન્ના, અશોકભાઈ પટેલ,વિષ્ણુકુમાર ચૌધરી, જગદીશભાઈ ખીમાણી,સતિષ ઠક્કર,અંકુર પીઠડીયા, સુરેશભાઈ સુચક, સુરેશભાઈ સંગોઈ, જયેશભાઈ સાવલા, સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાયૅક્રમનું સંચાલન ઍડ.ભરતભાઈ લિંમ્બડ એ કર્યુ હતું આભાર ગીરીશભાઈ ધોકિયા એ માન્યો હતો.