કલ્યાણના આગેવાન ડૉ.આર.બી. સિંગનું નિધન
નવેમ્બર 05, 2024
0
કે. એમ. અગ્રવાલ કોલેજના ચેરમેન અને ઉત્તર ભારતીય આગેવાન ડૉ. આર. બી. સિંગ નું આજે વહેલી સવારે ટૂંકી માંદગી બાદ દુઃખદ નિધન થયું છે. તેઓની અંતિમયાત્રા તેમના નિવાસ્થાનેથી 11:00 વાગે નીકળશે. આર.બી. સિંગ એ કલ્યાણમાં શિક્ષણ ક્ષેત્રે ઉલ્લેખનીય કામ કરેલ છે તેમની આગેવાનીમાં કે.એમ. અગ્રવાલ કોલેજ, સોનાવણે કોલેજ તથા સાંકેત કૉલેજ સહિત અનેક કોલેજો તેમના માગૅદશૅન હેઠળ શરૂ કરવામાં આવી હતી તેઓ ઓલ ઇન્ડિયા શિક્ષકેતર કર્મચારીઓને સંગઠનના અધ્યક્ષ હતા. તેઓએ અનેક વર્ષો સુધી કલ્યાણ કૉગ્રેસના અધ્યક્ષ પદે રહી અહીં કૉગ્રેસ પક્ષને મજબૂત કર્યો હતો તેમના નિધનથી શિક્ષકેતર કમૅચારીઓ સહીત અનેક કૉલેજ સંસ્થાઓ એ એક માગૅદશૅક ગુમાવ્યો છે.