કલ્યાણમાં ગુનેગારી તેમજ ટ્રાફિકની ગંભીર સમસ્યા સુષ્મા અંધારેએ કર્યો યુતી સરકાર પર આરોપ
નવેમ્બર 10, 2024
0
કલ્યાણ વિધાનસભામાં ગુનેગારીનો ગંભીર પ્રશ્ન ઉભો છે એવું શિવસેનાના ઉપનેતા સુષ્મા અંધારે એ કલ્યાણ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું તેઓ મહા વિકાસ આઘાડીના શિવસેના ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે જૂથના વિધાનસભાના ઉમેદવાર સચિન બાસરેના પ્રચાર અર્થે કલ્યાણ ખાતે આવેલા હતા ત્યારે શિવાજી ચૌક ,ગીતા હૉલ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેઓએ ઉપરોક્ત ઉદગારો કાઢ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું કે આ વિસ્તારમાં ટ્રાફિકની ખૂબજ ગંભીર સમસ્યા છે અને વર્તમાન આમદારે કોઈ કામો કર્યા નથી, તેવો આરોપ સુષ્મા અંધારેએ કર્યો હતો. તેમણે આ પ્રસંગે કહ્યું કે મહા વિકાસ આઘાડીના શિવસેના ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે જૂથના ઉમેદવાર સચિન બાસરેને અહીંના સ્વાભિમાની લોકોનું મોટા પ્રમાણમાં સમર્થન છે અને તેમની જીત નિશ્ચિત છે.