કલ્યાણના ઐતિહાસિક દુર્ગાડી કિલ્લા ઉપર મસ્જિદ નહિ મંદિર છે એવો ફેંસલો કલ્યાણ ન્યાયાલયે આપતાં અહીંના હિન્દુ લોકોએ પેંડા વેચીને આનંદ વ્યક્ત કર્યો છે એવું માજી મંત્રી અને ડોમ્બીવલીના આમદાર રવિન્દ્ર ચવ્હાણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું .ડોમ્બીવલી જીમખાના ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં હિન્દુ મંચના પ્રમુખ દિનેશ દેશમુખ તેમજ બજરંગ દળના પરાગ તેલી મંચ પર ઉપસ્થિત હતા.
વધુમાં રવીન્દ્ર ચવ્હાણે કહ્યું કે 1976 થી આ બાબતે સરકારના ધાણા જિલ્લા કલેકટર પાસે ચાલેલા દાવામાં જિલ્લા કલેકટરે દુર્ગાડી કિલ્લા પર મંદિર જ છે એવો ફેસલો અગાઉ આપ્યો હતો પરંતુ આ ફેસલા ના વિરુદ્ધ ને મુસ્લિમ સમુદાયે ખોટો દાવો દાખલ કર્યો હતો તેમજ આ જગ્યા વકફ બોર્ડની છે એવી અરજી દાખલ કરી હતી તે સમયે આ કેસને કલ્યાણ ન્યાયાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કલ્યાણ ન્યાયાલયે વકફ બોર્ડની જગ્યા સંબંધની અરજીને ફગાવી દીધી હતી. છેલ્લા 48 વર્ષથી અહીંના હિન્દુઓ તેમજ સ્વર્ગીય આનંદ દીઘે તેમજ માજી મુખ્યમંત્રી એકનાથ શિંદે સતત લડત ચલાવી ન્યાય ની પ્રતિક્ષામાં હતા. જેને લઇ આજે કલ્યાણ ન્યાયાલયે દુર્ગાડી કિલ્લા પર મસ્જિદ નહીં મંદિર છે તેવા અગાઉ થાણા કલેકટરે આપેલા ફેસલા ને માન્ય રાખ્યો હોવાનો નિકાલ આપ્યો છે. આ નિકાલથી અહીંનો હિન્દુ સમુદાય કલ્યાણ ન્યાયાલય તેમજ સરકારને ધન્યવાદ આપી પેંડા વેહેચીને આનંદ વ્યક્ત કર્યો હતો આ બાબતે રવિન્દ્ર ચવ્હાણે કહ્યું કે હજુ મલંગગઢ નો પ્રશ્ન બાકી છે તે બાબતે પણ હિન્દુ સંગઠનો આવી યોગ્ય રીતે લડત આપશે એવું કહ્યું હતું.
આ અગાઉ કલ્યાણના દુગૉડી કિલ્લા પર શિવસેના નેતા રવિ પાટીલ, અરવિંદ મોરે, અરવિંદ પોટે સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી આનંદ વ્યક્ત કર્યો હતો.