માનવીય ગુણોથી જ માનવની ઓળખ થાય છે
- સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ
(કૃણાલ માત્રે દ્વારા) 'માનવ ની ઓળખાણ મનુષ્ય યોની મા જન્મ માત્ર થી નથી થતી પરંતુ માનવીય ગુણો ને જીવન મા ધારણ કરવા થી માનવ માનવ બને છે.' આ ઉદગાર સત્તગુરુ માતા સુદીક્ષા જી મહારાજે મહારાષ્ટ્રના 58મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના શુભારંભ પર માનવતા ના નામ શસંદેશ આપતી વખતે વ્યક્ત કર્યા.
આ ત્રણ દિવસીય સંત સમાગમમાં મહારાષ્ટ્રના ખુણે ખુણે થી તથા દેશ-વિદેશથી લાખ્ખો ની સંખ્યા મા ભક્તો અને પ્રભુ પ્રેમી જોડાયા છે.
સતગુરુ માતા જીે આગળ કહ્યું કે વિજ્ઞાન અને તકનીકના આધારે માનવએ દુનિયાવી પ્રાપ્તિમાં વિશાળ પ્રગતિ કરી છે અને જ્યારે માનવ આ ઉપલભધી નો ઉપયોગ સદબુદ્ધિ અપનાવીને કરે છે તો આ પ્રાપ્તિ ઓ માનવ માટે સુકુન નુ કારણ બને છે. પરંતુ જ્યાં તેનો ઉપયોગ મલીન ભાવ થી થયો છે ત્યાં તે નુકસાનકારક બની જાય છે. બ્રહ્મજ્ઞાન દ્વારા જ્યારે પરમાત્માને જીવનમાં સમાવિષ્ટ કરવામાં આવે છે ત્યારે માનવીને સહજ રીતે સુમતિ પ્રાપ્ત થાય છે એના મનમાંથી પારકા અને પોતાના ભેદભાવ દૂર થાય છે, અને તે દરેક માનવી માટે પરોપકારનો ભાવ રાખતો થય જાય છે. તેથી, સચ્ચા મનથી આ પરમાત્માને હ્રદયમાં વસાવવાનો પ્રયત્ન કરો, જેથી દરેક માનવી પ્રત્યે પ્રેમ અને સેવા નો ભાવ આપણા મન મા ઊભો થાય.
શોભાયાત્રા
આ પહેલાં આજે સવારના સમયે મિલિટરી ડેરી ફાર્મના વિશાળ મેદાનોમાં સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અને આદરનીય નિરંકારી રાજપિતા રમીત જી ના દિવ્ય આગમન પર શ્રદ્ધાળુ ભક્તો દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ એકતરફ તેમના હ્રદય સમ્રાટ સતગુરુનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું અને બીજી બાજુ વિવિધ ઝાંકીયોએ મિશનની શિક્ષાઓ પર આધારિત મહારાષ્ટ્ર અને ભારતની જુદી જુદી સંસ્કૃતિઓના મિલનનો અનોખા દ્રશ્ય રજૂ કર્યા. શોભાયાત્રામાં વિવિધ લોક સંસ્કૃતીઓના મોહક દર્શન કરાવતી ઝાંકીયાં દર્શકોનું આકર્ષણ બની હતી.
આ ઝાંકીયાઓમાં મિશનની વિચારોની ચર્ચા, આધ્યાત્મિકતા ની મહત્વતા, માનવ એકતા અને વિશ્વબંધુત્વ ની ભાવના વગેરે મુદ્દાઓને ઉજાગર કરવામાં આવ્યા. આ ઝાંકીયાઓમાં વિસ્તાર અસીમ ની તરફ, સદગુણો નો વિસ્તાર, બ્રહ્મ ની પ્રાપ્તિ ભ્રમ ની સમાપ્તિ, દરેક ભાષા દરેક દેશના માનવી ઓ આપણા જ પોતાન તો છે, આઓ મિળી ને પ્રેમભરી દુનિયા બનાવીએ, ભાવ અપનવત નો, ખેલીએ પણ અને ખિલીએ પણ, નર સેવા નારાયણ પૂજા, સ્વચ્છ જળ-સ્વચ્છ મન વગેરે માટેની ઝાંકીયાઓ ખૂબ પ્રશંસનીય રહી હતી. આ ઝાંકીયાઓ રજૂ કરતી ટીમમાં મહારાષ્ટ્રના પુણે, કોલ્હાપુર, મુંબઈ, નાસિક, સતારા, ઘુલે, આહિલ્યાનગર, છત્રપતિ સંભાજી નગર, નાગપુર, રાયગડ, સોલાપુર ક્ષેત્રો અને હૈદરાબાદ સહિતના અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓએ ભાગ લીધો.
દિવ્ય યુગલનું ભવ્ય સ્વાગત
સમાગમ સ્થળે આગમન થતાં જ સતગુરુ માતા જી અને આદરણીય નિરંકારી રાજપિતા જી નુ સમાગમ સમિતિના સભ્યો અને મિશનના અન્ય પદાધિકારીઓએ ફૂલની માળાઓ અને પુષ્પ ગુચ્છથી હાર્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ, દૈવી યુગલને સમાગમ પંડાલના મધ્યથી મુખ્ય મંચ સુધી એક ખુલ્લા વાહન ની ફૂલો થી સજ્જ પલખી પર લઈ જવામાં આવ્યા. આ સમય દરમિયાન, સમાગમ પંડાલમાં હાજર શ્રદ્ધાળુ ભક્તોએ 'ધન નિરંકાર' ના જયઘોષ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી અને દૈવી યુગલનો કરબદ્ધ ભાવથી અભિવાદન કર્યુ. સતગુરુ માતા જી અને નિરંકારી રાજપિતા જી એ શ્રદ્ધાળુઓના ભાવોને ખુશીથી સ્વીકારીને તેમના માટે પોતાની મધુર સ્મિત સાથે આશિર્વાદ આપ્યા.
બાલ કવિ સંમેલન
સમાગમ ના મુખ્ય વિષય'વિસ્તાર - અસીમની તરફ' પર આધારિત બાલ કવિ સંમેલન નુ પણ આયોજન કરવા મા આવ્યુ જેમા 6 બાળકોએ મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષાનો સહારો લઈને કવિતાઓ પ્રસ્તુત કરીજેની શ્રોતા ઓ એ ધણી પ્રશંસા કરી.