(નિરંજન પંડ્યા દ્વારા)
પરિચય ટ્રસ્ટ એટલે જૂની અને જાણીતી સંસ્થા જે 1959 મા વાડીલાલ ડગલી અને યશવન્ત દોશી દ્વારા સ્થપાયેલી હતી. ત્યારબાદ સુરેશ દલાલ અને ઉત્પલ ભાયાણીએ સંસ્થાના વિકાસમાં યોગદાન આપ્યું. વિવિધ વિષયો પર પાંસઠ વર્ષથી પુસ્તિકા પ્રકાશિત કરી પરિચય ટ્રસ્ટ, સાહિત્યનો અનમોલ પ્રસાર કરે છે.
![]() |
પરિચય ટ્રસ્ટની નવીન પુસ્તિકાના લોકાર્પણ પ્રસંગે મંચ પર ઉપસ્થિત મહાનુભાવો: કુંદન વ્યાસ, હાર્દિકભાઈ મામણીયા, અરવિંદ જી, સ્નેહલ મુંઝૂમદાર, નવીનભાઈ દવે, નટવર ગાંધી, ર્ડો.મંજરી મુઝૂમદાર |
સાહિત્યકાર હિતેન આનંદપરાએ પ્રસ્તાવિક રજૂ કરતાં કહ્યું કે હવે પ્રિન્ટ મીડિયાના બદલાતા યુગમાં પરિચય ટ્રસ્ટ હવે ડિજિટલ સ્વરૂપે પણ સાહિત્ય પ્રકાશિત કરશે. કલાકાર જ્હોની શાહે ગાંધી આશ્રમનું ભજન પ્રસ્તુત કર્યું. હરીન્દ્ર દવેના મેમોરિયલ ટ્રસ્ટ અને ઇમેજ પ્રકાશનના નવીનભાઈ દવેએ ઉપસ્થિતોનું સ્વાગત કર્યુ.
એડવોકેટ અરવિદ દેગવેકરે ' ગાંધીજી અને વકીલાત પર વક્તવ્ય દીધું. જન્મભૂમિ અખબારના નિવાસી તંત્રી કુંદન વ્યાસે ' ગાંધીજી અને પત્રકારત્વ ' પર વિચારો વ્યક્ત કર્યા.
અમેરિકા નિવાસી સાહિત્યકાર નટવર ગાંધીએ તેમનું મંતવ્ય ગાંધીજી એક વિશ્વ વિભૂતિ ' પર વિચાર વ્યક્ત કર્યા. છેલ્લે મુઝૂમદાર દંપતી - ર્ડો. મંજરીબેન અને સ્નેહલભાઈએ ' ગાંધીજી અને કસ્તુરબા તથા ' ગાંધીજી અને સંગીત કલા પર વિચારો વ્યક્ત કર્યા. પુરાતત્વવિદ પી પી પંડયા - [લેખિકા સંધ્યા ભટ્ટ , બારડોલી ] નવી પરિચય પુસ્તિકાનું લોકાર્પણ થયું. ઉપસ્થિતોને પરિચય ટ્રસ્ટની પુસ્તિકા ભેટ આપવામાં આવી.