જગન્નાથ શિંદેની સમાજસેવા દેવદૂત સમાન,અમારા કરતાં તેઓ વધુ સેવા કરે છે. કોરોનાના સમયમાં અમારા જેવાઓને પણ તેમણે ખૂબ મદદ કરી છે. રાજકારણ માં ન હોવા છતાં ગત અનેક વર્ષોથી દર ગુરુવારે જનતા દરબાર ભરીને ગરીબોને મોટા પ્રમાણમાં મદદ કરે છે એવા શબ્દોમાં ઉપમુખ્યમંત્રી અને થાણા જિલ્લાના પાલક પ્રધાન એકનાથ સિંધીએ જગન્નાથ સિંધીનું ગૌરવ કર્યું હતું
અખિલ ભારતીય કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનના અધ્યક્ષ જગન્નાથ શિંદે નો ખૂબ જ ભવ્ય અમૃત મહોત્સવ સત્કાર સમારંભ કલ્યાણ ઈસ્ટ ના પોટે મેદાનમાં સંપન્ન થયો હતો. ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે ના હસ્તે તેમનો નાગરિક સત્કાર કરવામાં આવ્યો. આ સમયે જગનાથ શિંદેના જીવન પરથી આધારિત રથ જગન્નાથનો આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું જ્યારે એક જ દિવસે ૮૦ હજાર થી વધુ લોકોએ રક્તદાન કર્યા બાબતે ગ્રીનીશ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધ કરવામાં આવી અને તેનું પ્રમાણપત્ર અહીં આપવામાં આવ્યું. કોરોના સમય દરમિયાન અપ્પા શિંદેએ કરેલા કામોને ક્યારેય ભુલાશે નહીં. રેમડેસિવીર જેવી જરૂરી દવાના એન્જીકશનોનો પુરવઠો કરી આપી સર્વ સામાન્ય લોકોના જીવન મરણનો મહત્વની દવાઓ પૂરી પાડી તેથી તેમની નસ સર્વ સામાન્ય નાગરિકોની સાથે સતત જોડેલી હોય છે. કાર્યક્રમમાં વિવિધ રાજકીય તેમજ સામાજિક, સાંસ્કૃતિક, તથા વ્યવસાયિક ક્ષેત્રમાંના ગણ માન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અમૃત મહોત્સવ જન્મદિવસ સમારંભમાં અપ્પા શિંદે ને શુભેચ્છા આપતાં ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે એ અપ્પા ના કાર્યોને બિરદાવ્યા હતા.
સત્કાર નો જવાબ આપતા અપ્પા શિંદે એ પોતાની સર્વે ટીમનો આભાર માન્યો હતો અને કહ્યું કે હું કેટલું જીવ્યો તેના કરતાં હું કેવું જીવ્યો એને વધુ મહત્વ આપ્યું છે એવી ભાવના તેમણે આ પ્રસંગે વ્યક્ત કરી.
અપ્પા શિંદેના જન્મદિવસ નિમિત્તે ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ એક જ દિવસમાં સંપૂર્ણ ભારતમાં એક જ દિવસે આયોજિત કરવામાં આવેલ રક્તદાન શિબિરમાં અત્યાર સુધીના રક્તદાન શિબિરોના રેકોર્ડ તોડી વર્લ્ડ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સંસ્થા નું નામ નોંધાવ્યું છે. આ નોંધનું પ્રમાણપત્ર પ્રદાન સમારંભ એકનાથ શિંદેના હસ્તે પાર પડ્યો હતો આ સમયે અપ્પાના જીવન આધારિત રથ જગન્નાથનો આ પુસ્તકાનું પ્રકાશન ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સમયે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અપ્પા શિંદેને શુભેચ્છાઓ આપી હતી.