કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાએ નાગરિકો ઉપર કોઈપણ જાતના કર બોજ વધાર્યા વગરનું સન 2025-26 નું અંદાજ પત્રક આજે કમિશનર ડૉ. ઈન્દુ રાણી જાખડે રજૂ કર્યું છે. સાથે સાથે સન 2024 - 25 નું સુધારો સૂચવતું અંદાજપત્રક રજૂ કરી રૂપિયા 2642.69 કરોડ ઉત્પન અને 1915.60 કરોડ ખર્ચો દર્શાવી અને 727.09 કરોડ પુરાંત દર્શાવતું બજેટ રજૂ કરેલ છે. જ્યારે સન 2025-26 માટે રૂપિયા 3,361.25 કરોડ નું ઉત્પન્ન તેમજ 3,361.00 કરોડ ખર્ચ અને 25.00 કરોડ પુરાંત દર્શાવતું બજેટ આજે રજુ કરી છે આ બજેટમાં કોઈપણ જાતના કરવેરા નાગરિકો પર લાદવામાં આવ્યા નથી. મહેસુલ ઉત્પન્ન કરપેટે 600 કરોડ રૂપિયાનું જમા દર્શાવાય છે જ્યારે જીએસટી મળી 483.83 કરોડ ઉત્પન્ન દર્શાવાયુ છે. વિશેષ અધિનિયમ હેઠળ 612.96 કરોડ, પાણી વેરા પેટે 101 કરોડ, માલમતા ઉપયોગ સેવા હેઠળ પાર્કિંગ પોલિસી, હોલ્ડિંગ પોલીસી વગેરેથી થનાર ઉત્પન 201.46 કરોડ, સંકીર્ણ ઉત્પન્ન 28.80 કરોડ બજેટમાં દર્શાવાયું છે ખર્ચની બાજુએ જોતાં 1600. 07 કરોડ મહેસૂલી ખર્ચ અને 1760.94 કરોડ ભાંડવલી ખર્ચ થવાનો અંદાજ છે. વોડૅમાં ના કામકાજ પર દેખરેખ રાખવા 24 x 7 કમાન્ડ કંટ્રોલ સેન્ટર, નાગરિકો તરફથી મળનારી ફરિયાદો માટે સ્વતંત્ર વ્યવસ્થા, 24 કલ્લાક શરૂ રહેશે. ચાર્જિંગ સ્ટેશન સહિત આધુનિક પાર્કિંગ સુવિધાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. બાંધકામ વિભાગ માટે રસ્તા વિકાસ અને સમારકામ, પૂતળા, સ્મારકો બાંધવાના કામો અને સમારકામો, ગાર્ડન વિભાગ, વીજળી વિભાગ, મહાપાલિકાની 61 શાળાઓમાં કુલ 502 સીસીટીવી કેમેરા બેસાડેલ છે.
કલ્યાણ ડોમ્બિવલી મહાપાલિકાની કુલ 68 સ્મશાન ભૂમિઓ પૈકી કલ્યાણની 26 અને ડોમ્બિવલીની 42 આ સ્મશાન ભૂમિ પૈકી જૂની અને જર્જરી થયેલી સ્મશાન ભૂમિઓને રીપેર કરવા માટે 20 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. આ સિવાય 7 ઠેકાણે ગેસ શબનની સેવા શરૂ છે. અને કુંભારખાનપાડા ડોમ્બીવલી ખાતે નવી ગેસ સબદાહીની બાંધવામાં આવશે.
આ શિવાય સ્માર્ટ ગવર્નન્સ, તથા હોસ્પિટલ અને દવાખાના માટે કલ્યાણ પૂર્વમાં 30 ખાટલાઓનું પ્રસુતિગૃહ શરૂ કરાયું છે. શાસ્ત્રીનગરમાં 10 બેડ નું એનઆઈસીયુ અને પી.આઈ.સી.યુ શરૂ કરાયું છે તેમજ 20 સ્થળે હેલ્થ સેન્ટરો શરૂ કરાયા છે. એવું બજેટમાં દર્શાવાયું છે. શહેરોમાં ત્રણ આકાંક્ષી સૌચાલોના કામો પૂરા થયા છે. અમૃત યોજના હેઠળ તળાવોના પુનર્જીવન કામો શરૂ છે દિવ્યાંગ માટે મોટા પ્રમાણમાં મહાનગરપાલિકા કામ કરી રહી છે સાથે સાથે મહિલા બાલ કલ્યાણ મારફત પણ અનેક કાર્યો શરૂ છે.
મહાનગરપાલિકા વિસ્તારમાં 59 પ્રાથમિક શાળાઓ હોઈ આ શાળાઓના સક્ષમીકરણ કરવા શાળાઓના સમારકામો, ફર્નિચર, રંગ રોગાન કરવા માટે ફંડની જોગવાઈ કરવામાં આવી છે. મનપાનું ઉત્પન્ન વધારવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે .પ્રોપર્ટીના વપરાશમાં બદલ અનેતે અંગે મિલકતો વગેરેનું સર્વે કરી જરૂર જણાતાં તેમાં વધારો કરવાની આકારણી કરવામાં આવશે. માલમતા વિભાગ મારફત શૈક્ષણિક પ્લોટ, વાંચનાલય જગ્યા, શોપિંગ સેન્ટર, વાહન પાર્કિંગ વગેરેની ટેન્ડર પ્રક્રિયા કરી ઉત્પન્નમાં વધારો કરાશે આ શિવાય પાર્કિંગ અને જાહેરાતોના મારફત ઉત્પન્નમાં વધારો અપેક્ષિત છે. સીટી પાર્ક, સોનાળે તળાવ, દિલીપ કપોતે વાહન તળ ની ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ હોઈ તેના દ્વારા પણ ઉત્પન્ન માં વધારો અપેક્ષિત છે. શહેરમાં નાગરિકોને ઉત્તમ દરજ્જાની સુખ સગવડો પૂરી પાડનારું અને નાગરિકો પર કોઈપણ જાતના કર બેજ લદાયા વગરનું અંદાજપત્રક રજૂ કર્યું છે તેનો મને આનંદ છે એવું ડૉ. ઈન્દુ રાણી જાખડે આ પ્રસંગે કહ્યું હતું.
આ સમયે કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાના પરિવહન વિભાગ દ્વારા પરિવહન વ્યવસ્થાપક વિજયકુમાર દાસે પરિવહન સેવાનું સન 2024 -25 નું સુધારો દર્શાવનારું અંદાજપત્રક તેમજ સન 2025-26 નું મુળ અંદાજ પત્રક રૂપિયા 22273.30 લાખ ઉત્પન્ન દર્શાવતું અને 22258.72 લાખ ખર્ચ દર્શાવનારું અને 479.62 લાખ પુરાંત દર્શાવતું અંદાજપત્રક કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાના કમિશનર ડૉ.ઈન્દુરાની જાખરને સુપરત કર્યું હતું.