Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ત્રણ દશકા પુરા કરી સાપ્તાહિક કલ્યાણ પ્રજારાજનો ૩૧મા વર્ષ માં પ્રવેશ

કથાકારો, પત્રકારો અને કલાકારો આ આપણા સમાજના ત્રણ અલગ અલગ અંગ છે. જો ત્રણેય અંગો પોતાની જવાબદારીઓ, ભૂમિકાઓ, સાત્વિકતાથી પ્રયત્નો પૂર્ણ કરે, તો આપણો સમાજ સ્વસ્થ અને સમૃદ્ધ બનશે, અને સમાજનો વિકાસ થશે, એવું ભાગવતાચાર્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ કલ્યાણ ખાતે મંગળવારે કહ્યું .

કે.સી.ગાંધી સ્કૂલ, સી.એમ. ગાંધી ઓડિટોરિયમમાં આયોજિત સાપ્તાહિક કલ્યાણ પ્રજારાજની ૩૦મી  વર્ષગાંઠ સમારોહમાં તેઓ બોલી રહ્યા હતા. આ કાર્યક્રમમાં કલ્યાણ વેસ્ટ ના ધારાસભ્ય વિશ્વનાથ ભોઈર, કલ્યાણ ઈસ્ટના ધારાસભ્ય સુલભા ગાયકવાડ, પૂર્વ સીડકો ચેરમેન પ્રમોદ હિન્દુરાવ, કલ્યાણ પ્રજારાજના તંત્રી રવિ વિષ્ણુ કુમાર ચૌધરી, વેપારી અગ્રણી પ્રેમજી ગાલા, દીપક પોપટ, ભૂષણ કારીયા, કેતન પટેલ અને રમેશ પટેલ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી થઈ હતી, આ પ્રસંગે સંપાદક રવિ ચૌધરીએ તેમના પ્રાસ્થાવિક ભાષણમાં કલ્યાણ પ્રજારાજની ૩૦વર્ષથી સફર અંગે  માહિતી આપી હતી. કલ્યાણ પ્રજારાજના 30મા વર્ષગાંઠ વિશેષ અંકનું વિમોચન પૂ.ભૂપેન્દ્રભાઈ પંડ્યાના શુભ હસ્તે કરવામાં આવ્યું. આ સમારોહમાં ધારાસભ્ય વિશ્વનાથ ભોઇર અને સુલભા ગાયકવાડે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને કલ્યાણ પ્રજારાજને શુભેચ્છા પાઠવી. અને પ્રમોદ હિન્દુરાવે કહ્યું કે ૩૦ વર્ષથી નિયમિતપણે સમાચાર સેવા ચલાવીને, તેમણે એક રીતે ત્રણ દાયકા સુધી સમાજની સેવા કરી છે. ભૂપેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે કલ્યાણ પ્રજારાજએ સાતત્ય, પ્રામાણિકતા, મિત્રતા અને સમર્પણ સાથે તેની ૩૦વર્ષની  યાત્રા પૂર્ણ કરી ૩૧મા વર્ષ માં પ્રવેશ કર્યો તે ગર્વની વાત છે. આ કાર્યમાં ચૌધરી પરિવારની ત્રણ પેઢીઓની મહેનત સામેલ છે.

કાર્યક્રમનું સંચાલન પ્રો. ભરત લિબાડ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ વિષ્ણુ કુમાર ચૌધરીએ કરી હતી. આ પ્રસંગે, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, લેખકો અને પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

-- VIDEO LINK --

FACEBOOK VIDEO LINK (BHUPENDRABHAI PANDYA)

-------










ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads